#kavyotsav

મને નથી ખબર આ પ્રેમ શું છે ?
પણ તારું મારા જીવનમાં હોઉં ગમે છે

આખો દિવસ તો આપણે વાત નથી કરી શકતા
પણ તોય રોજ તારી સાથે વાત કરવી ગમે છે

તું મારી આંખોની સામે નથી
પણ તારા ફોટાને વારંવાર જોવો ગમેં છે

ભલે તું મારા મેસેજ નો લેટ રીપ્લાય આપે
પણ તારા મેસેજનો તરત રીપ્લાય આપવો ગમે છે

હું તને હસતાં જોઈ નથી શકતો
પણ તારા હસવાનું કારણ બનવાનું ગમે છે

તું મને ક્યારેય I LOVE U નથી કહેતી
પણ તારા પ્રત્યેના પ્રેમનો અહેસાસ કરાવવો ગમે છે

રૂબરૂ તો હું તને ક્યારેય નથી મળી શક્યો
પણ રાત્રે આંખો બન્ધ કરી સપનાની મુલાકાત ગમે છે

તારી સાથે નજરથી નજર મિલાવી વાત નથી કરી
પણ એકલા બેઠા કલ્પનામાં તારી સાથે વાત કરવી ગમે છે

જો તને લાગતું હોય કે આ પ્રેમ છે
તો હા, મને તને જ પ્રેમ કરવો ગમે છે.

નીરવ પટેલ 'શ્યામ'

Gujarati Quotes by Nirav Patel SHYAM : 111034111
Nirav Patel SHYAM 8 year ago

આપણી કિસ્મત આપણી મહેનત થી બનાવી શકાય

Simran Jatin Patel 8 year ago

અચ્છા.... હવે સમજાણુ કિસ્મત મારી હારે નય હોય..... એટલે જઆવા કપરા અનુભવો થતા રે છે....

Nirav Patel SHYAM 8 year ago

ના પડે.. અને જો પોસીબલ થઈ જાય અનુભવ વિના તો સમજવું કે કિસ્મતે સાથ આપ્યો

Simran Jatin Patel 8 year ago

અનુભવ વિના ખબર પડે એ પોસીબલ હોય કે નય..

Nirav Patel SHYAM 8 year ago

અનુભવથી

Simran Jatin Patel 8 year ago

સોનુ કે પિત્તળ એ કેમની ખબર પડે.... મનની નઝર થી કે અનુભવથી....

Nirav Patel SHYAM 8 year ago

ના. સોનુ હોત તો સચવાઈ રહેતું.. પિત્તળને સોનુ સમજી લીધું.

હરિ... 8 year ago

etle....juna khajana ma kaik atu sonu m ne...hahaha

Nirav Patel SHYAM 8 year ago

કોઈ નહિ... આ તો બધો જૂનો ખજાનો છે

હરિ... 8 year ago

kon...6 e..hahaha...@niravji....saras...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now