Gujarati Quote in Shayri by aateka Valiulla

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav
જો ખરેખર લખી શકતી તો
દુષ્કાળ માં થોડી ભીનાશ લખી નાખતી...
પિંજરા મા પૂરેલી પાંખ પર થોડુ ઉડાન લખી નાખતી...
જો લખી શકતી તો...
રંગ વિહીન જીવન માં મેઘધનુષ્ય નો શણગાર લખી નાખતી...
મૌન છવાયેલા વાતાવરણ માં મીઠૉ વાર્તાલાપ લખી નાખતી...
જો લખી શકતી તો..
છુટા પડેલા હાથો પર હજુ થોડો સંગાથ લખી નાખતી....
ભીની થયેલી આંખ પર...હાસ્ય નું ભંડાર લખી નાખતી...
જો લખી શકતી તો...
ગરીબ નાં ખાલી વાસણો માં નવ પકવાન લખી નાખતી...
અભણ બાળક નાં ભાગ માં હૂં ઉચ્ચ શિક્ષણ લખી નાખતી...
જો લખી શક્તી તો....

અપંગ ના મૃત પાવ માં ફરી થનગનાટ લખી નાખતી...
અંધ ની નિર્જીવ આંખ માં મીઠો પ્રકાશ લખી નાખતી...
જો લખી શક્તી તો...
ઊંચ નીચ નો ભેદ નાબૂદ કરી... બધાં માટે હક એકસમાન લખી નાખતી....
હૃદય માંથી દ્વેષ ભાવ કાઢી ત્યાં પ્રેમ અપાર લખી નાખતી...
જો લખી શક્તી તો..
વૃદ્ધ ના જર્જરિત અંગ માં નવચેતનાં નો ઉપહાર લખી નાખતી...
અનાથ ના ભવિષ્યકાળ પર ઉજવળ ચિરાગ લખી નાખતી...
જો લખી શક્તી તો
ભગવાન ની વ્યાખ્યા માં... 'માનવતા' નો સુંદર વિચાર લખી નાખતી...
અવશ્ય..
જો લખી શક્તી તો...

Gujarati Shayri by aateka Valiulla : 111034000
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now