#KAVYOTSAV
શ્વેત મન નું શાંત સરોવર મુજ મન માં છલકાણુ
હરખાતુ ને મલકાતુ યૌવન જાણે શીદ ને શરમાણુ,
ખુલતું આભ ને ઝૂલતો ચાંદ મુજ માં એ જ સમાણુ,
ફૂટતા તેજ નું ઉગતું યૌવન જાણે શીદ ને મલકાણુ.
ઝરણું ઝરતું , મૃગ દોડતું, મુજ મોહે એ અટવાતુ,
શીકર તણું ભીંજાતું યૌવન જાણે શીદ ને લચકાણુ.
' આંસું સરતુ આતમ્ બળતું,
રાખ થઈ ને પડતું.
દિલ થી ચાહતું ,મન ને વાળતુ,
મુજ મા પળ પળ મરતુ ,
આશા કેરો દીવડો જગવતો,
આવી વિંઝણો જ્યોત ઓલવતો '.
પણ, સાંભળ જે તું , આતમપ્યારી ,
જગ થી ન્યારી તું , કામણગારી ,
શ્વેત મન નું શ્વેત સંભારણું હરખ થી ઝુલતુ હું રાખું ,
હરખાતુ ને મલકાતું યૌવન તારું શરમાતુ હું નીહાળુ .