#સાયન્સ સ્કૂલની લાયફ
દસમામાં એવા માર્કે પાસ થય ગયો,
સાઇન્સ લેવામાટે પરાણે મજબૂર કરાયો;
પહેલા દાડે આશાઓ સાથે એવી એન્ટ્રી મારી ગયો,
પછી પડી ગઇકે હવે ખરાબ દોર ચાલુ થઈ ગયો;
ગણિતમાં sin(A) જોયને એવો મૂંઝાયો,
પણ cos(B) જેવો જવાબ કયારેય ન આવ્યો;
પછી ભૌતીકમાં મે એવો વેગ આપ્યો,
પણ પછી પ્રવેગ ન મળતાં ત્યાંજ ઠઠો રહ્યો;
રસાયણનો વારો બરોબર બ્રેક પછી આવ્યો,
તેનો એમોનિયા પણ મને જગાડી ન શક્યો ;
ભૌતીકની લેબ માં સ્કૃગેજે મારો હલાવી નાખ્યો,
ત્રુટિ ન આવતા સાહેબે મને ભગાડી નાખ્યો;
રસાયણ ની લેબ મારો પસંદગીનો વિષય બન્યો,
તેનાજ શરબતે તો મને આખો રંગી નાખ્યો;
બાર પૂરું કરતા સીતેર ટકાએ પાસ થયો,
ગવરમેન્ટ માં ન મળતાં દોઢ લાખે ભણવા બેઠયો;
પછી શું ઇજનેરી માં એવો જ બન્યો,
વિદ્યાર્થી કરતા મોજીલો જાજો બની ગયો;
-MSBB