# kavyotsav
એક વિદ્યાર્થી ની તેના ગુરુ ને પોતાની લાગણી પ્રગટ કરે છે....
મારા સાહેબને સંદેશ
ભણતરની આ દુનિયા કેવી
સમય સમયના કુંડળામાંથી
શાળાએ નિત્ય જાવું પડે..
પ્રાર્થના કરી...
સફાઈ કરી...
વર્ગમાં હાજર થાવું પડે.
શિક્ષકો દ્વારા કહેવાતા શબ્દોને,
માઇન્ડ માં ઉતારું છું
તાસ બદલાતા જ
વિષય બદલાય છે ને,
હજુ હું એડજેસ્ટ થાઉં....?
ગણિત વિજ્ઞાન અંગ્રેજી સાથે
સામાજિક વિજ્ઞાન,હિન્દી, ગુજરાતી અને હ.....
ચિત્રકામ, કમ્પ્યુટર અને સંગીત પણ,
અધ...ધ...ધ...
આટલા નાના માઈન્ડ માં સમાવું છું....
સાચ્ચે જ ભણતરની હું મજા લઉં છું.
સાહેબ....
- તન્વી કે ટંડેલ.