#kavyotsav
પ્રેમ, લાગણી,
શીર્ષક: લાત
એ આખી પછી તો પથરા ગઈ
ફૂટપાથ પર
ચત્તીપાટ
છાતી હતી કે બરડો?!
(અજવાળું હોત તોયે ખબર ના પડત)
કાળા કાળા કોથળા વચ્ચે અફળાઈને
અટવાઈ ગયો ચહેરો.
આકાશમાં એવાં જ ઘેરાયાં વાદળો
અથડાઅથડી ને ગડગડાટ
કડડડડ તૂટી પડ્યો
ધડાધડ ધડાધડ ધડાધડ
ને ચમચમ, ધારદાર, તીણા તીણા
ચમકારાં વીજળીનાં
સાંબેલાધાર ચૂભાતા પાણી વચ્ચેથી
બેઠી થઈ એ
ધીરેધીરે, ચૂપચાપ
હાથમાંથી ઞૂંટવાયેલી રોટલીની કોથળીને
પાછી લેવાની કોઈ જ ચેષ્ટા વગર
ચાલવા લાગી
અવળી દિશામાં
નીચી નજરે.
આખરે એ
'મા' હતીને!
********(પારુલ મહેતા)