#Kavyotsav
??? તરસ ???
*************************
મારી લાગણી ને સદા તે ઢંઢોળ તી રહી,
ને મારી જ હેસીયત મને ઠમઠોરતી રહી.
લાગણી પામવા મારી,ખૂદ તે તરસતી રહી,
ને બારે મેઘ થઇ ખાંગા વરસતી રહી.
ઇચ્છતી હતી બનાવવા દિલ માલિક મને,
પણ હેસીયત મારી મનેજ પજવતી રહી.
ન હતો અબુધ,કે ન નિષ્ઠુર જરાપણ,
માસુમિયતજ હ્રદયની મને મારતી રહી.
અવકાશ પણ ક્યા હતો,સજાવુ અરમાન તેનાં,
ભીનાશ ફક્ત મીઠી,દિલમા મહેકતી રહી.
કાંઇક બની શકું,સજાવવા અરમાન તેનાં,
તે પહેલાંજ દિલમાં કોઇનાં તે વિસ્તરતી રહી.
ને આમ રહ્યો બંદોબસ્તમાં ટિકીટના,
ને નજર સામેથીજ ટ્રેઇન સરકતી રહી.