બેટથી પણ રમી છું
કિચન સેટથી પણ રમી છું
બાઇક પણ ચલાવી લેવ છું
સાથે વેલણ પણ ચલાવી લેવ છું
બોલીમાં બિન્દાસપણ પણ સાંભળશો
ક્યારેક ભાવુકતા પણ સાંભળશો
જીન્સમાં પણ જોશો
સલવાર કમિઝ માં પણ જોશો
ઉપરથી આગ છું,અંદરથી મોમ છું
કેટલીક વસ્તુથી એકદમ દૂર હોવ છું
છોકરીને અમુક દાયરામાં રાખી
નાની ગટીયા સોચથી વિચારશો તો
હા હું ટોમબોય છું
બાકી હું બોયઝને પણ હરાવી શકનાર
એક છોકરી જ છું.