કરવા જેવો અનુભવ.
આ ઘોઘાટ વાળી જિંદગીમાંથી થોડો સમય નીકાળી ગામડાની શાંત જિંદગીમા ડોકિયું કરવું જોઈએ.
આ બોસ ની કચ કચ વચ્ચે બે ઘડી ગામડાના તળાવ કિનારે બેસી નીરવ શાંતિ માણવી જોઈએ.
પાડોશી સાથે એકબીજાની નિંદા માંથી બહાર નીકળી ગામડાની શિમ માં વૃક્ષો વચ્ચે પંખીઓનો કલરવ સાંભળવો જોઇએ.
રોજે રોજ આ મસાલેદાર પીઝ્ઝા, દાબેલી,પફ, વડાપાઉં વગેરેને છોડી એકવાર રોટલો આથેલુ મરચું ગોળ અને છાશ ની મજા લેવી જોઈએ.
સાંજ પડે ટ્રાફિક માં ફસાઇ વાહનોના ટી ટી પે પે સાંભળવા છોડી ગામડાના ગાયો ભેંસો ના ધણ જયારે સાંજે પાછા વાડામાં આવતા હોય તો એનો અવાજ મનને હરિ લે.
શહેરની ઊંચી ઊંચી ઇમારતો છોડી ગામડાના ખેતરોમા ઉગેલો લીલોછમ પાક કૈક અલગજ અનુભવ કરાવે.
ઉભરાતી ઘટરો ની વાસ લેવા કરતા ખેતરોમાં લહેરાતા પાક ની તાજી હવા હૃદય ને મોહી લે.