સાત દરિયા પાર છીએ હું અને તું
આપણો આધાર છીએ હું અને તું
જીત છે પણ હાર છીએ હું અને તું,
છેવટે નાદાર છીએ હું અને તું..
એષણાઓ સવૅ જો પૂરી થશે તો?
એક દિલ ના તાર છીએ હું અને તું...
જીંદગી ને એમ તો જીવી જ જાશુ,
છેવટે આધાર છીએ હું અને તું....
કેમ પીડા આમ પારાવાર દે છે?
આંસુઓ ની ધાર છીએ હું અને તું....
માલમત્તા છોડતાં જાશુ અહીં સૌ,
સાથ નો આભાર છીએ હું અને તું...
અજ્ઞાત..