#kavyotsav
' માતૃત્વ'
મને કદી ના ભુલાય એ દિવસ
જ્યારે તું આવ્યો મારી દુનિયામાં !
ખોવાઈ જાઉ છું તારા માં
જ્યારે તું મને બોલાવે
તારી કાલીઘેલી બોલીમાં !
થ ઇ જાઉં છું હું મોહિત,
તારા મીઠા મધુરા સ્મિત માં !
બની જાઉં છું હું અચંબિત,
તારા કૂતુહલવશ પ્રશ્ર્નો માં!
બદલાઈ ગઈ છે દુનિયા મારી,
તારા સ્નેહ અને મારી મમતામાં !
ડૉ.સેજલ દેસાઈ