#kavyotsav
ચાલ ને એક છેલ્લી મુલાકાત કરી લઈએ...
ક્યારેય ના થઇ હોય એવી વાત કરી લઈએ...
શબ્દો મારા હશે ને લય તારો
મનમાં ના રાખીશ કોઈ મૂંઝારો
લાગણીના સંબંધ ને બાજુ એ મૂકી
એક બાથ ભરી લઈએ.
ક્યારેય ના થઇ હોય એવી વાત કરી લઈએ..
ચોમાસું હવે પાછું આવ્યું,,,,
મિલનનું માની લે આ છેલ્લું છે ટાણું
વીતેલાં દિવસો ને સહેજ ભૂલી
આંખો માં એક નવી આશ ભરી લઈએ...
ક્યારેય ના થઇ હોય એવી વાત કરી લઈએ...
ક્યાં સુધી આમ અબોલે અબોલે જીવશું
ઘર કરી ગયેલા એ મનના ભેદ કેમ કરી ખોલશું ?
વિસરેલી એ બધી વાતો ને ભૂલી
આ દિલ ને થોડી હળવાશ આપી દઈએ..
ક્યારેય ના થઇ હોય એવી વાત કરી લઈએ...
નીરવ પટેલ 'શ્યામ'