#Kavyotsav
હું કેમ ભૂલી શકું?
તારું પ્રેમથી છલકાતું સ્મિત
પ્રેમનો એ પહેલો અહેસાસ
હું કેમ ભૂલી શકું?
તારું મારી સાથેનું હોવાપણું
મારું તારામાં ખોવાપણું
હું કેમ ભૂલી શકું?
સંવાદો વચ્ચે વચ્ચે થતું તારું મૌન
અને મૌન સાથેનો તારો સંવાદ
હું કેમ ભૂલી શકું?
તારો સાદગી સાથેનો શણગાર
તારો નજરોથી અપાતો મીઠો ઠપકો
હું કેમ ભૂલી શકું?
ઉજ્જવળ ભવિષ્યના સપનાં
તારી સાથે સુખી દામ્પત્યના સપનાં
હું કેમ ભૂલી શકું?
મારી ખુશીઓની દુઆ માંગતી તારી આંખો,
તારા સાથેનો મારો અપૂર્ણ છતાં પૂર્ણ પ્રેમ
હું કેમ ભૂલી શકું?
- સૌરભ જોષી