#KAVYOTSAV
મરજીવો છું છતાં ડૂબકી લગાવતા ડરું છું
માણસ છું, છતાંય માનવીથી ડરું છું;
પથિક છું પ્રેમ તણી દિવ્ય મંઝીલનો
તેમ છતાંય મંઝીલથી હું ડરું છું;
ચાહત છે દિલમાં કે સફર માનવતાની આદરી લઉં
લૂંટાઈ જવાના ભયથી ડગ માંડતા પણ ડરું છું;
માણસ છે માનવી છતાં દાનવથી કંઈ કમ નથી
તેથી જ માણસથી માનવ થતા ડરું છું;
ઊભરાય છે જગત માણસના કાફલાથી
તોય છેવાડે રહી માનવને શોધતો ફરું છું;
છું માણસ છતાંય કોઈ પૂછે 'કોણ છો તમે?'
'માણસ છું' કહેંતાય હવે ડર અનુભવું છું.
-અશ્ક રેશમિયા...