આવો ને રાધારાણી રમવા ને ઘડીક રાસ
છીપવી દો ને આ હૃદયામાં ઉઠતી પ્યાસ
મિલનની આ ઘડી બની છે રળિયામણી
સૂર વાંસળીના શ્યામની બન્યા છે ઉદાસ.... 'શ્યામ'
રમવા આવુ કાન, મળે એ ક્ષણ કાશ,
ભળી જાવ તારામાં, ધરા બની આકાશ.
જીવન કરૂ સમર્પિત મારૂ, તારા પ્રેમ કાજ,
આ વિરહ માં કાન્હ તને મળવાની જ એક આશ....'રાધે'
#વિરહ_સંવાદ
#લેખન_અમિત બાબરીયા 'રાધે'
નીરવ પટેલ 'શ્યામ'