એક સંયુક્ત રચના
હિમાલય સમ હાલાતેય , મિજાજ રંગીન રાખુ છુ.
ટહેલતા તારોડીયા સમ આભે, તલાશ નવીન રાખુ છુ.
જોવે અહીં દૂનિયા કેવી, બહાર દિવાલ ખૂશીઓની.
એકાંતમાં આંખને મારી, હંમેશ ગમગીન રાખુ છુ.
ડુબ્યો છતાયે હું મધદરિયે નિયમોની નાવ ચલાવી,
હલેસે હારે હલાવવા હોડી, દિલમાં તૌહીન રાખુ છુ.
છુટવા નથી માંગતા અમે, હજુ જીવન કઠેડે,
છતા સ્નેહથી કુનેહ ભર્યા, હાથે જામીન રાખુ છુ.
દુઆઓ તો કબૂલ હવે, એની પણ થશે 'શ્યામ'
દિલમાં ઇબાદત અને, હોઠ પર આમીન રાખું છું.
હાર-જીતની કોઈ અહીં, પરવાહ ક્યા છે ' રાધે '
તોયે હ્રદયથી હું હંમેશ, શરૂઆત સંગીન રાખુ છુ.
રચના - અમિત બાબરીયા & Nirav Patel
' રાધે ' & ' શ્યામ '