Gujarati Quote in Shayri by harsha m shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# kavyotsav
વિષયઃ હું પ્રેમ છુું.

હું પ્રેમ છું
જિંદગીના ખરબચડા
રસ્તા પરનું
એક અનોખું
સ્મિત છું.
હું પ્રેમ છું.
આમંત્રણ ન આપ
ખુદા,
તારી જન્નતમાં મને
પૃથ્વીલોકનું હું
મીઠું મધુરું ગીત છું
તને ફાવે તો
ગુનગુનાવી લે
હું તો બધાંયનો
મીત છું,
હું પ્રેમ છું.
સ્વર્ગમાં
કયારેય પણ
મારો નિવાસ નથી
પૃથ્વીલોક જ
કાયમનું સરનામું છે
તેથી જ તો
ખુદાએ એક
બારી બનાવી છે
સ્વર્ગમાં ફકત
મને જોવા
એ પરમતત્વ છું
હું પ્રેમ છું.
સદીઓથી,
વહેંચાયલો છે સમાજ
જાતિ, ધર્મ, વર્ણના રુપમાં
પણ નામ જયાં મારું પડે
પુરું બ્રહ્માંડ એકાકાર
થઇ જાય છે
હું પ્રેમ છું.
ન ગણે
ઇતિહાસમાં મને
કેટલીય વાર
કસોટીએ ચડેલું
તત્વ છું
લગભગ હારતો જ
આવ્યો છું
છતાં આજ સુધી
અડીખમ છું
હું પ્રેમ છું.
ઇતિહાસ અને ભુગોળ
બદલાવ આપે છે
સમય સમય પર
જગતના ચાકડે
બધું જ બદલાય છે
પણ હું તો
હર યુગમાં
એમનો એમ જ છું
હું પ્રેમ છું.

- હર્ષા માહેશ્વરી (ભુજ)

Gujarati Shayri by harsha m shah : 111033626
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now