#kavyotsav
એક ગીત કૃષ્ણના નામે
કૃષ્ણની વેબસાઈટ....
ખોલી મેં કૃષ્ણની વેબસાઈટ
આજે મેં ખોલી કૃષ્ણની વેબસાઈટ
મન મારું રહ્યા કરે છે ટાઈટ માઈટ
ખોલી મેં કૃષ્ણની વેબસાઈટ
ગોકુળીયા ગામ ઉપર એન્ટર કર્યું ત્યાં તો
જામ્યો તો રાસ અડધી તે રાતનો,
ઊભો તો નરસિંહ ભાન ભૂલીને
નહોતો ખયાલ એને બળતા તે હાથનો,
રાધાને કૃષ્ણને સેવ કર્યા મેં તો
વૉલપેપર મારુયે થઈ ગયું બ્રાઇટ
ખોલી મેં કૃષ્ણની વેબસાઈટ....
વૃંદાવન ગામ ઉપર એન્ટર કર્યું ત્યાં તો
સંભળાયા રાધના સેડ સોન્ગ,
રાધાની સંગે પેલી ગોપીઓએ ઝૂરતી
કૃષ્ણ આવવાના કરતો'તો ઢોંગ,
વારી ગયો હું તો આવા તે સીન ઉપર
ગમી ગઈ મને આખીએ સાઈટ
ખોલી મેં કૃષ્ણની વેબસાઈટ....
મેસેજબોક્સ ઉપર એન્ટર કર્યું ત્યાં તો
છલકાયું તું આખુંય ઇનબૉક્સ,
કૃષ્ણના નામે હતાં મેસેજ કેટલાય !
માત્ર રાધાના મેસેજ ઉપર પડતું'તું ફોક્સ
રાધાએ એ તેમાં બસ લખ્યું હતું એટલું :
'કૃષ્ણ આવશે તો તેની સાથે કરશું અમે ફાઈટ'
ખોલી મેં કૃષ્ણની વેબસાઈટ...
કૃષ્ણની વેબસાઈટમાં એવા એવા સીન
થઈ જાય તેની ઉપર સૌ કોઈ આફરીન,
એકમાં દ્રૌપદીના ચીર તે પૂરતો
બીજામાં અર્જુનને ગીતા તે કહેતો,
અઢારે આધ્યાયમાં આખી સૃષ્ટિનું જ્ઞાન
વાતો તેની છે બધી રાઈટ રાઈટ
ખોલી મેં કૃષ્ણની વેબસાઈટ...
જોને આ નટખટયો કેવો હરખાયો
યશોદા મૈયાને મુખમાં બ્રહ્માંડ દેખાયો
એન્ટી વાયરસ તો ફરતું સુદર્શન
એરર ને હેગિંગનું ક્યાંથી હોય ટેન્શન ?
કોમ્બિનેશન છે અદ્ભૂત એવું
કાળો છે કૃષ્ણ ને રાધા છે વ્હાઈટ
ખોલી મેં કૃષ્ણની વેબસાઈટ...
નીરવ પટેલ 'શ્યામ'