#kavyotsav
#હવે તો વર્ષી જા વાલમ
બળદીયા થાકીને બેઠા હેઠા, ખેડું નેઝવા કરી નિહાળે,
હવે તો વર્ષી જા વાલમ, તને મારી માં વસુંધરા પુકારે....
ખેતરે જાવ પણ, ખ્યાલ રહે નય ખુદનો,
ઢેફા દેખી આંખ છલકે, હૈયા પોકારે તેજથી,
હવે તો વર્ષી જા વાલમ, તને મારી મા વસુંધરા પુકારે....
તળ સુકાયા તાપથી, અને વન રહ્યા નય આગથી,
હળ હાલે નય હેતથી, પ્રીત કરે નય કોઇ માનવી.
હવે તો વર્ષી જા વાલમ, તને મારી માં વસુંધરા પુકારે....
'મહિમા' રહ્યો નય, અને મારા કોરા રહ્યાં કાળજા,
બળદીયા થાકીને બેઠા હેઠા, ખેડું નેઝવા કરી નિહાળે,
હવે તો વર્ષી જા વાલમ, તને મારી માં વસુંધરા પુકારે....
- સંગીઅખિલ 'અખો'