Gujarati Quote in Shayri by Pravin Shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# Kavyotsav
કવિતા, તું આવ.
વર્તમાનનું મને ભાન નથી, અને
ભૂતકાળનું મને જ્ઞાન નથી,
તું આવ, ને મને આ સુષુપ્ત અવસ્થામાંથી જગાવ.
હું છું કે હું નથી,
હું હતો કે હું ના હતો,
હું હોઈશ કે નહીં હોઉં, મને
કૈં જ ખબર નથી.
કવિતા, તું આવ ને મને
મારા હોવાપણાનું ભાન કરાવ.
કવિતા, તને ખબર છે, મારા
કાગળ અને કલમ થઈ ગયા છે
આળસુના પીર...
કવિતા, તું આવ તો
પ્રેમના બે શબ્દ લખી, લખવાની
શુભ શરૂઆત કરું.
-- પ્રવીણ શાહ

Gujarati Shayri by Pravin Shah : 111033606
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now