#KAVYOTSAV
કલ્પનાના સાગરમાં
કલ્પનાના સાગરમાં ડૂબકી મારીને;
ગઝલના મોતી ખોળી લીધાં અમે,
સુંદર મધુવનમાં શાંત પહોરે ઘુમીને;
સુગંધી પુષ્પો ચુટી લીધા અમે,
વાત્સલ્ય ધારાને સમાજમા વહાવીને;
પ્રેમાળ સંબંધો પામી લીધા અમે,
ધરતીને આભના છેડા ભેગા કરીને;
ક્ષિતિજના માપને આકી લીધા અમે,
જગતમા માત-પિતાના દર્શન કરીને;
ઇશ્વરના રૂપને નિરખી લીધા અમે.