આ વાત સાવ સાચી છે
સાવ ખોટે ખોટી બાફી છે
પ્રેમ એ બીજું કાંઈ નહીં
માત્ર સરવાળો ને બાદબાકી છે
અજર અમર છે એ
સર્વત્ર વ્યાપ્ત છે એ
આ વિશાળ વિશ્વના નકશાની
એણે ક્યાં શરમ રાખી છે
સૌ છે એની પાછળ ફિદા
આ વાત કરતા નથી બધા
'હોશ' એ તો આજે સાવ સાચી
વાત તમારી સમક્ષ રાખી છે
શ્રેયસ ત્રિવેદી
#kavyostav