પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ હોય છે
પ્રેમમાં બધાની હાલત સેમ હોય છે
સાચા પ્રેમની ક્યાં કદર છે કોઈને
હવે તો પ્રેમના નામે બસ વ્હેમ હોય છે
કેટલાય છે આ પ્રેમના પ્રકારો જગતમાં
કોઈ માટે પૂજા તો કોઈ માટે ગેમ હોય છે
કાંઠે ઉભા રહી પલળાય નહીં પ્રેમમાં
આમાં તો ડૂબી જવાની નેમ હોય છે
ખોઈ બેસશો હોશ તમે આમાં
પ્રેમમાં ક્યાં કોઈ હેમખેમ હોય છે
શ્રેયસ ત્રિવેદી
#kavyostav