#સુંદર સવાર
ઉઠયો તો જોયું કમળે નવો રંગ આપ્યો;
સુંદર સવાર ના સૂરજે જગતને સંગ આપ્યો;
નવી આશા જડી તો ઉમંગ પણ મળ્યો;
ઉઠતા જાણે શરીરને નવો જન્મ મળ્યો;
ઇતિહાસની જેમ ખરાબ સપનાને પાછળ મૂકી આવ્યો;
નવા વિચારોને રૂપ આપવા મીઠી નીંદર તરછોડી આવ્યો;
તે ઇષ્વરને મૂકી આ સવારને માણવા નીકળ્યો;
સાચે તે ભક્તિ કરતા મે સ્વર્ગનો સાચો આનંદ માણ્યો;
પ્રેમી પણ તેની પ્રેમિકા કહેવા ખૂબ આતુર બન્યો;
આ અઢી અક્ષર સાથે તેઓનો સફર આગળ વધ્યો;
સતરંગી મેધધનુષ પણ સવાર સામે એવો શરમાયો;
આવા અતરંગી રૂપો જોય હું તો ખૂબ લહેરાણો;
-MSBB