#kavyotsav
ડગલે ને પગલે ઘણા અનુભવો થાય
ઘર ના હોય જયાં, ત્યાય વેર નાં થાય
વિશ્વાસ ના મીઠા ઝેર થકી
તીખાં ચાકુ થીં પણ ઊંડા ઘાવ થાય
કંચન ચમકતા ઘરેણાં, ગળાફાંસો બની જાય
આજીવન ખુંચે એવા કાંટા બની જાય
પ્રેમ સવો ને સ્વાથૅ પોણો જીવન માં
આવી ભાન કરાવી જાય
હૃદય થી નઈ ચહેરા થી જ મપાય છે સુંદરતા
એનું જ્ઞાન કરાવી જાય
ખરેખર અનુભવો કડવા થાર કે મીઠા થાય
ઝીંદગી ઉકેલવા ના રાઝ જણાવી જાય