#Kavyotsav
કવિતા, તું આવ
તું કણ કણમાં મોજૂદ, અને હું
વિશ્વની આંખોથી ઓઝલ, સાવ લા-પતા.
તારા શબ્દે શબ્દે ફૂટે એક નવી વારતા
અને હું એક અધૂરી વારતા.
નથી મને બીજા કોઈ ઓરતા,
કવિતા, તું આવ
અને દે મને તારા પ્રેમની
કોઈ અણમોલ મતા.
-- પ્રવીણ શાહ

Gujarati Shayri by Pravin Shah : 111033504

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now