Gujarati Quote in Shayri by Maulik Zaveri

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav
poem - 02

'આજે ફરી તારી યાદ આવી'

આજે ફરી તારી યાદ આવી,
શરીર ભીની ખુશ્બુ ફરી મહેકતી આવી.

થયું બે ઘડી મનમાં કે, હવે તો તું માની ગઈ,
પણ આંખ ખોલી જોયું તો હકીકત ફરી સામે આવી,

આજે ફરી તારી યાદ આવી,
શરીર ભીની ખુશ્બૂ ફરી મહેકતી આવી. (૧)

એવું બિલકુલ ના માનજે કે હું તને ભૂલી ગયો,
તું એમ જ હજી પણ મનમંદિર માં જ છે,
નિસ્વાર્થ તારું એ સ્મિત જોવાની તરસ આવી,

આજે ફરી તારી યાદ આવી,
શરીર ભીની ખુશ્બૂ ફરી મહેકતી આવી. (૨)

પ્રેમમાં સાથે જીવનારા મરનારા તો લાખો હશે,
પ્રેમ રાખી, પ્રેમથી જ પણ પ્રેમી વગર જીવવાની વારી આવી,

આજે ફરી તારી યાદ આવી,
શરીર ભીની ખુશ્બૂ ફરી મહેકતી આવી. (૩)

આમ જાજુ તડપાવીસ નહિ તું મને,
નિસ્વાર્થ કુરબાન થવાની મારી તૈયારી આવી,

આજે ફરી તારી યાદ આવી,
શરીર ભીની ખુશ્બૂ ફરી મહેકતી આવી. (૪)

Gujarati Shayri by Maulik Zaveri : 111033480
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now