#KAVYOTSAV
અરે આમ
જીદ ન કર,
તું હવે આવી જા ગોવિંદ;
મગતરી મોંઘવારીએ મુકી છે માઝા!
ને ભ્રષ્ટાચાર થયો છે ભોરીંગ,
જીદ ન કર હવે
તુ આવી જા ગોવિંદ.
દહેજ મહાદાનવ સમો દિસે
ને સકળ સંબંધોને સનેપાત થયો છે,
વળી,
વાણીને ગર્ભપાત થયો છે.
એકપા રાંકના રતન રોળાય છે
ને પા બીજી મહેફિલો મંડાય છે,
લાગણીઓને થયો છે લકવો
ને
સ્નેહના સીના ગુંગળાય છે,
જીદ ન કર
હવે
તું આવી જા ગોવિંદ.
-અશ્ક રેશમિયા...