# Kavyotav
એક કવિને
સૃષ્ટિની સજૅકતા આંખોમાં સમાવી લખ
જાણી, સમજી, વિચારી આલેખીને લખ
મારી તારી વાત ક્યાં સુધી દબાવી રાખીશ
ભરી આંસુનો દરિયો હળવો થઇને લખ
તલવારની ધાર કાઢી બેઠા છે દુ:શ્મનો
મૃત્યુંને પડકારી નિભૅયતાથી લખ
મળતી નથી મંઝિલ સપના જોવાથી
મહેનતને અજમાવી સફળ થઇને લખ
આભમાં પૂરેલા રંગ ક્યાંથી લાવી આપું
જીવન રંગીન બનાવી તું લખ
ભલે ના મળ્યું હોય તને ગમતું
જે મળ્યું છે એ જીવી જાણી લખ