ટચૂકડી વાર્તા... by ... Akash Upadhyay..
મીરાના ફોનમાં ગીત વાગે છે, પાસ આઈએ કે હમ નહીં આયેંગેં બાર બાર...
મીરા : હલો !
રાજ : દરવાજો ખોલ ..
મીરા આંખો લુછીને હસતા ચેહરે દરવાજો ખોલે છે..
મીરા : આવ બેસ તારી માટે ચા લઈ આવું.
રાજ : ના તું પણ બેસ અને સાંભળ કાલના મારા વર્તન માટે સોરી મને માફ કરીદે હું ખૂબ બીઝી હતો ..
મીરા : itsok npb..
રાજ : એક વાત પુછું મીરા ! હું તને જાણતા
અજાણતા ઘણી વાર ખૂબજ દુખ આપુ છું,
ઘણી વાર hurt કરું છું તને સમય નથી આપી
શકતો અને તું જાણે છે કે તું મને ખૂબજ લવ
કરે છે ,પણ હું તને ફકત મિત્રજ માનું છું
છતા પણ તું મારી આ બધીજ વાતોને
થોડીક અમથી નારાજગી પછી તરતજ માફ કરી દે છે ..
મીરા : હા તો એનુ શું !
રાજ : તો તને અંદરની તરફ કશું દુખતું નથી!
કેમકે મને અનુભવ છે કે આપણે જેને
ખૂબજ ચાહતા હોય એનું આવું ર્વતન
આપણને અંદરની તરફ અસહય દુખાવો
આપતું હોય છે.. તો તને કંઈજ નથી થતું
મારા આવા વર્તનથી !
મીરા : એક રીયલ સ્ટોરી જણાવું તને.
હું નાની હતીને ત્યારે અમારા સામેના ઘરે
એક ડોગી લાવયા હતા. એ ડોગી એના
માલિકને ખૂબજ પ્રેમ કરતો , આખો દિવસ
માલિકને ગમતું બધુજ કરે .
રાજ : પછી !
મીરા : ડોગી પોતાના માલિક માટે કંઈ પણ
કરવા રેડી ,અને આખો દિવસ માલિકની
પાછળ ફરે એટલે શરુમાંતો માલિકને
ગમતું પણ પછી એને ડોગીની વેલ્યુ ન રહી..
રાજ : ઓહહહ સો સેડ.. પછી !
મીરા : પછી એક દિવસ એ માલિક ડોગીના
વધુ પડતા પ્રેમથી કંટાડી ગયો ,અને ડોગીને
પોતાનાથી દૂર કરવા માટે ડોગીને શહેરથી
દુર એક હાઈવે પાસે છોડીને પરત ઘરે આવી ગયો..
રાજ : હદ છે યાર .. પછી !
મીરા : પછી એ ડોગી એ બધુજ અંતર કાપીને દૂરથી પાછો માલિકની પાસે આવી ગયો..
ફરી માલિક બીજા દિવસે ડોગીને વધુ દૂર એક જંગલમાં મુકી આવયો..
રાજ : ઓહ પછી !
મીરા : પછી એ ડોગી ચાર દિવસે જંગલનાં
અમુક પ્રાણીથી બચીને અને રસ્તામાંના
બીજા કુતરાઓનો માર ખાઈને ભાગીને
લોહીલુહાણ હાલતમાં પણ પાછો આવ્યો..
ડોગીને મનમાં એમ હતું કે મારો માલિક મને
ભૂલમાં દૂર મુકીને આવયો છે એ મને ત્યાં
દૂર ભુલી ગયો હશે, અને દૂર થયા પછી
દુખી હશે... એમ સમજીને ડોગી માલિક પાસે
આવ્યો..
રાજ : પછી !
મીરા : ડોગીને એમ હતું કે માલિક એને જોઈને
ખુશ થઈ જશે , પણ એતો ડોગી પર ભડકયો અને ડોગીને ખૂબજ ધુતકારયો . ડોગીની આંખમાં આંસુ હતા એ લોહીલુહાણ હાલતમાંજ ભૂખ્યો તરસયો સુઈ ગયો,
પણ માલિકને ડોગીની પડીજ ન હતી..
અને માલિક એને બીજા દિવસે ફરી જંગલમાં મુકી આવ્યા .
રાજ : ઓએમજી... હદ છે હવે તો ..
મીરા : હા .. માલિકને એમ હતું કે ડોગી
ફરીથી પાછો આવી જ જશે.
પણ ધીમે ધીમે ચાર દિવસ પછી બાર પછી વીસ દિવસ વીતી ગયા પણ ડોગી પાછો
ન આવયો.. બીજી તરફ માલિકને ડોગીની
યાદ આવવા લાગી એના વગર ઘરમાં
અને લાઈફમાં સુનુ લાગવા લાગયું..
માલિકને ડોગીનો પ્રેમ યાદ આવ્યો..
.....આગળ બીજી બાઇટ્સમાં.....