#gujju .
ઉદાસી ય લે છે હવે મારી દીક્ષા.
હે એકલતા તું પણ લઈ લે પરીક્ષા.
સ્વયમને જ મળવાનો રસ્તો મેં પૂછ્યો,
કહ્યું એણે, 'જા મળશે સામેથી રિક્ષા!'
જીવનની મૂલવણીય કરશે, શું ખાત્રી?
ભલે સારી કરતો એ પુસ્તક-સમીક્ષા.
બધા ઘરને અંદરથી મારી દે તાળાં,
ખરી લાગણીની જ્યાં માગું હું ભિક્ષા.
ઉછેરે છે જે રીતે બાળકને માતા,
મેં એમ જ ઉછેરી છે તારી પ્રતીક્ષા.
-જીજ્ઞેશ