#Kavyotsav
-------------- મઝધાર ------------
તુજ જીવન કેરી નાવને લઇ જાજે મઝધાર,
લેજે સંકલ્પ મોટા , તવ બુદ્ધિ છે આધાર.
ચડતી- પડતી તો છે આ જીવનની રસધાર,
ગાંઠ બાંધીલે વિરલા, હવે તું જ તારો આધાર,
તુજ જીવન કેરી નાવને લઇ જાજે મઝધાર.
આનંદમૃદંગના નાદનો ક્યાં ખોવાયો રણકાર?
દુનિયાદારી બાજુએ મુક, બન સાચો ફનકાર,
તુજ જીવન કેરી નાવને લઇ જાજે મઝધાર.
દોડ હવે તું દોટ મુકીને, ભલે રાહ અંગાર,
કષ્ટ ક્ષણ-બે ક્ષણનું,પછી થશે ભાવી શણગાર,
તુજ જીવન કેરી નાવને લઇ જાજે મઝધાર.
ફુંકાર સાપનો બંધ કર, કર હવે તું હુંકાર,
ધ્રુજતા પગ સ્થીર કર, 'ને કર ગાંડીવ ટંકાર,
તુજ જીવન કેરી નાવને લઇ જાજે મઝધાર.