#kavyotsav .....લાગણી ઓ ની જાજમ.........!
તારી ને મારી લાગણી, છે એક સોનેરી સવાર,
અદભુત ખટમીઠાં વિચારો ની ભરમાર,
આધાઅધુરા જજબાતો ની વણજાર
અનેક અનમોલ અહેસાસો ની બોછાર
વરાળ રૂપી ગુસ્સાના ને ઉષ્માભર્યા સ્નેહ નો વરસાદ
રિસામણા મનામણા રૂપી એક અનેરો સ્નેહરૂપી વ્યવહાર
પ્રેમ રૂપી પ્રીત થી લઈ ઝગડા રૂપી જીત સુધી નો આત્મિકસાર
રંગભરી રોનકરૂપી ગુલાબ થી લઈ કષ્ટ આપતા કંટક સુધી પણ એક બીજાને પ્રેમ થી ભીંજવતા સ્પંદનો ની ઘટમાળ,
નખરાળી થી અલબેલી આંખો ના આંખો નો સંદેશાવ્યવ્હાર
અનેક વ્હાલરૂપી ચેષ્ટા ઓ નો ઉછલતો મહેરામણ
છે તારી ને મારી લાગણી અખૂટ.... અનંત..અજબ..ને અદભુત
એક વિચાર થી વિમર્શ ને વ્યવહાર થી ઉપહાર સુધી ને છે આપણી લાગણી
આમ કહું તો છે લાગણી ઓ ની પરાકાષ્ઠા ની ઘટમાળ
જે ઘટતી વધતી પણ અચૂક વહેતી રહે છે.
-Hina Modha