# Kavyotsav
કવિતા, તું આવ.
મારા અંધારને અજવાળતો ઝબકાર થઈ,
મારી નસનસમાં થંભી ગયેલ
પ્રવાહિતામાં સંચાર થઈ,
હું એક લાચાર પિંજર, તું આવ
એક સાવ ખૂલ્લું દ્વાર થઈ,
હુ એક માત્ર અણસાર, તું
સમયનો સાર,
હુ લાગણી બાબતમાં સાવ અબુધ,
કવિતા, તું આવ
મારા જીવનમાં પ્રેમનો
મીઠો ઉદગાર થઈ.
-- પ્રવીણ શાહ