#kavyotsav
એને મળવા હું આતુર હતી
ભાન ભૂલી મળવા એને હું ભાગી હતી.
શબ્દના સથવારા લઈને, આંખોમાં અજવાળા લઈને,
થરથરતાં હૈયે હુંફાળા લઈને.
એને મળવા હું આતુર હતી.
સંધ્યાએ સર્માતી - સર્માતી હાલી હતી,
કોઈ જોવે ના, એવા ધિરા ડગલે ચાલી હતી.
એને મળવા હું આતુર હતી.
કોઈ પુછે તો હું કહેતી હતી,
થોડીવારમાં પાછી આવું છું.
એને મળવા હું આતુર હતી...
એના મીઠા પ્રેમની વેદના ઉરે ઉસળતી હતી,
વારંવાર નજરમાં એની તસ્વીર ભમતી હતી.
એને મળવા હું આતુર હતી...
એના 'મહિમા' ને હું મોહિ પડી હતી,
એના સહવાસની 'ખુશ્બુ' ચારે દિશાએ ફેલી હતી.
એને મળવા હું આતુર હતી...
- સંગીઅખિલ 'અખો'