મારા દિલની વાત!!!
જણાવવા માંગુ છું હું તમને,
મારા એ દિલની વાત;
ખબર છે? આજે એનો msg આવ્યો'તો,
બહુ દિવસ બાદ.
હું મારા બધા કામ ભૂલી,
એને msg કરી દીધો;
પણ બસ થોડી મિનિટોની એ ખુશી,
આજે સેકન્ડ માં જ પુરી થઈ ગયી.
ભલે ગમે તેમ પણ,
એની સાથે આજે વાત થઈ ગઈ;
અઠવાડિયા બાદ મેસેજ કરીશ,
એ વાતનો મહિનો બનાવી ગઈ.
એ વ્યસ્ત છે એના કામમાં,
પ્રેમ છે પણ નવરાશ નથી;
કારણ?
એની પાછળ જે એનું કરિયર પડ્યું છે.
બહુ જ પસંદ કરે છે,
પ્રેમ પણ એટલો જ કરે છે;
બ્લોક કરે છે મને,
અને 10 દિવસે unblock કરે છે.
એની તુલના કોઈ બીજા સાથે નાં કરી શકું,
મારા દિલની એ રાણી બની ગયી છે;
હવે દિલ તો મારું એની પાસે છે,
જ્યારે જીવ પણ અડધો ચાલ્યો ગયો છે.
ગુસ્સેલ મગજની એ
મારા પર આવતો ક્રોધ શાંત કરે છે;
અને હું જિદ્દી મનવાળો વ્યક્તિ,
એને ફરીથી હેરાન કરે છે.
બધી ફીલિંગ્સ જાણે છે એ,
બસ કહેતા ડરે છે;
પ્રેમ કરે છે પણ પરિવાર નડે છે,
બસ એની આ જ અદા મને ઘાયલ કરે છે.
વાતનો જવાબ આપો મારી,
શું આવી વ્યક્તિને પ્રેમ કરાય?
જે પ્રેમ કરતી હોવા છતાં પણ,
ચૂપ બેસી રહે?