# Kavyotav
મહેકી જઈએ
આભ અને ક્ષિતિજ મળે ત્યાં ઓગળી જઈએ
દુનિયાદારીની વાત આવે ત્યાં મહેકી જઈએ
કળિયુગમાં કૃષ્ણને ક્યાંથી શોધી લાવું
ગીતા જ્ઞાન પચાવી બદલી જઇએ
જીવનમાં ના અટવાઈશ ક્યારેય
મૃત્યુંને યાદ કરી નિરખી જઈએ
મારા તારાનો ભેદ ના રાખીશ
લોહીનો સંબંધ ઓળખી જઈએ
પ્રેમ આધાર છે સુખી જીવનનો
હરપળ સૌને વહેંચતા જઈએ
જીવન જીવજે 'વિનય' સત્યના રાહ પર
આતમના અજવાળા જગે કરી જઈએ