Gujarati Quote in Shayri by Margi Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav

હા!! આપણે અમીર થઇ ગયા.



કૂકડે કૂ ને વલોણાંના નાદ થી આપણે ગરીબ હતા,

ને હવે એલાર્મ વાળા આપણે હવે અમીર થઇ ગયા..


ગુજરાતી શાળા માં ભણતા ત્યાં આપણે ગરીબ હતા ,

ને હવે પ્રાઇવેટ સ્કૂલોની ફી ભારવાવાળા આપણે હવે અમીર થઇ ગયા...


રોટલા ને શાક ખાતા ત્યારે આપણે ગરીબ હતા,

ને હવે પિઝા, બર્ગર ખાઈને પેટ બગાડનારા આપણે હવે અમીર થઇ ગયા...


હળીમળી ને પ્રેમથી સાથે બેસતા ત્યારે આપણે ગરીબ હતા,

ને હવે whatsapp ને facebook માં બીઝી આપણે હવે અમીર થઇ ગયા...


પરિવાર અને મિત્રો ની હૂંફ મળતી ત્યારે આપણે ગરીબ હતા,

ને હવે એકલતાની અને ભાગમભાગ ની જિંદગી થી આપણે હવે અમીર થઇ ગયા...


ઈમાનદારી પ્રામાણિકતા થી જીવતા ત્યારે આપણે ગરીબ હતા,

ને હવે ભ્રષ્ટચાર ને લોભ કરતા આપણે  હવે અમીર થઇ ગયા...


બળદગાડા માં ખુલ્લા શ્વાસ ભરીને ફરતા ત્યારે આપણે ગરીબ હતા,

ને હવે એશીવાળી બંધ ગાડીમાં ફરવાવાળા આપણે હવે અમીર થઇ ગયા...

Gujarati Shayri by Margi Patel : 111033081
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now