Gujarati Quote in Shayri by Kunalsinh Chauhan Kamal

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav

પ્રેમની પરિભાષા

પ્રેમ તારી પરિભાષા પૂછું છું, જવાબ જાણું છું છતાં અજાણ્યો બધું છું

તારા વિશે પ્રશ્નો ઘણા છે, છતાં ઘણા પ્રશ્નોનો જવાબ છે તું,
જીંદગીની પહેલી પ‌ળથી મારી સાથે છું, જનનીના રુપમાં મળ્યો છે તું

ભાઈ‌બેનીના રુપમાં તું આવ્યો, બાળપણ મારું દિપાવી ગયો,
મનને પણ તું વાંચી ગયો, મિત્ર બની જ્યારે તું આવ્યો

પા પા પગલી પાડતા પાડતા, પિતા બની જીવનના પથ દેખાડયા,
શિક્ષા આપી નાગરિક બનાવ્યો, તેથી તો તમને ગુરુ કહેવડાવ્યા

આ બધા તારા રુપ છે 'મહાન', છતાં પણ રહે થોડી કચાશ

જ્યારે ગણે કોઈ લાગણીનુ ગણિત, અને શરીર સમજે નવું વિજ્ઞાન,
ત્યારે લોકો તને સમજે, અને આપે તને 'પ્રેમ' એમ નામ...

કુણાલસિંહ ચૌહાણ 'કમળ'

Gujarati Shayri by Kunalsinh Chauhan Kamal : 111033024
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now