ગરીબી એ એવી વસ્તુછે કે જેને એ નજીકથી પોતાના જીવનમાં જોઇ હોય તેને જ તે ખબર પડે
કારણકે એ કયારેક હસાવે પણછે ને કયારેક ડરાવે પણછે
હસાવે ત્યારે જ છે કે જયારે આપણા જીવનમાં એવી કોઇ જ નાનીમોટી ચિન્તાઓ હોતી નથી ત્યારે જ આપણે સાચી મહેનતનો રોટલો ઘરના સૈ સાથે બેસીને હસતા હસતા ખાઇએ છીએ ત્યારે તે આપણી ગરીબી હોવા છતાંય પણ એક શાન્તીથી એકમેક સાથે હળીમળીને આપણુ જીવન જીવીએ છીએ....
જયારે બીજી તરફ ગરીબી ડરાવે પણછે કે જયારે આપણુ પોતાનુ સ્વજન પૈસાના અભાવે તેની પુરી દવા ના કરી શકવાને કારણે તે આપણને છોડીને આ દુનીયાથી દુર ચાલ્યું જાયછે ત્યારે તે આપણી ગરીબી જ આપણને સૈને એક સાથે રડાવેછે.
તમે માનોછો કે અમીર માણસો આ દુનીયામાં સુખીછે! જી બિલકુલ નહિ કારણકે મોટા બંગલામાં રહેનારા મોંઘી ગાડીઓમાં ફરનારા પણ ઘણીવાર પુરા સુખી હોતા નથી તેમને પણ દુનીયાની કે પોતાના ઘરની ઘણી જ ચિન્તાઓ હોયછે છતાંય આપણને તેઓ દેખાવે સુખી લાગતા હોયછે પુછો તેમને કે તેમના આવા જીવનમાં શુ ચિન્તાઓ ચાલી રહીછે! ખાલી પૈસો જ મહાન હોતો નથી પણ જે જીદગીમાં જો પ્રેમ, લાગણી, ભાઇચારો, જો ના હોય તો તે જીંદગી શા કામની...!
મોટર, ગાડી, બંગલા, જમીન, જાયદાત,આવી ચીજો માણસને સુખી જીંદગી આપી શકતી નથી પણ સુખી જીંદગી આપેછે આપણો એક બીજાનો પ્રેમભાવ, એક ભાઇ બીજા ભાઇ સાથેનો મનમેળ, બે બહેનો વચ્ચેનો સારો સંબંધ, ને માતાપિતા સાથે સૈનો
અટુટ વ્યવહાર, જે આપેછે એક સુખી લાંબી જીંદગી....