ઝરણું
'કહેવાને આકાશ છે મારી પાસે,
પણ, જરૂર એક ચાંદ ની જ છે.
કહેવાને દરિયો છે મારી પાસે,
પણ, તરસ એક ઝરણાં ની જ છે.
ભીડ ભલે હશે મહેફિલમાં તારી,
પણ, તારા હોઠો પર ગઝલ મારી જ છે.
'આહ' નીકળશે, ત્યારે 'વાહ' સંભળાશે,
હર શબ્દમાં ઝખ્મની નિશાની તારી જ છે.
આંખોમાં આંસુ ને દિલમાં દર્દ રહી જશે,
માનીજા, હજીએ આ દિલને ઓળખ તારી જ છે.
કહેવાને આકાશ છે મારી પાસે,
પણ, જરૂર બસ મને એક તારી જ છે.'
મિલન લાડ. કિલ્લા પારડી, વલસાડ.