Gujarati Quote in Shayri by Kinjal Vagadia

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કાવ્યોત્સવ #લાગણી. ચાલને ફરી કુદરતના ખોળે ઉછરીયે,
આ 'ક્રૃત્રિમતા' આપણને ભરખી જાશે; ચાલને ફરી સ્વજન ની આન્ખ મા નિહાળીયે,
આ 'વાયરલેસ' 'ડોકિયા' આપણને ભરખી જાશે; ચાલને ફરી ચાન્દની માણીયે,
આ મોબાઈલની લાઈટુ આપણને ભરખી જાશે; ચાલને ફરી વાતુ-ચિતુ કરીયે,
આ 'ચેટિન્ગ' આપણને ભરખી જાશે;
ચાલને ફરી મંદીર ના ઘંટ સામ્ભળીએ,
આ ઓડિયો પ્લેયર આપણને ભરખી જાશે; ચાલને ફરી બાળુડા હારે ખિલીયે,
આ મોબાઈલની 'ગેમ' એને ભરખી જાશે;
ચાલને ફરી હૃદયે 'ઈશ' સ્થાપીએ,
આ 'વિસર્જીત' મૂર્તીઓ નદીયુને ભરખી જાશે; ચાલને ફરી નૈતિકતા આચરીયે,
આ ખાલી વાતુ દેશને ભરખી જાશે...!!!!
કિન્જલ

Gujarati Shayri by Kinjal Vagadia : 111032657
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now