જીવનમાં સુંદરતાનું મહત્વ ઘણુ જ છે દરેકને સુંદર દેખાવુ ગમેછે કોઇ જન્મથી દેખાવડું હોય તો કોઇ જન્મથી કદરુપુ હોય પણ આજકાલ તો સુંદર દેખાવા માટે બજારમાં ઘણી જ કોસ્મેટીક આઇટેમો આવી ગઇછે બસ રાત્રે સુતી વખતે સફેદ લપેડા કરો ને સવારે નહાતી વખતે ધોઇ નાખો પછી તો એક અઠવાડિયામાં ચામડી ગોરી દેખાય.
પણ આવા બધા લેપો અમુક સમય સુધી જ તમને મદદરુપ થાય પછી તો જેવા હતા તેવા
તમારો અસલી જ ચહેરો તમારી સામે આવી જશે.
ખરેખર કુદરતે તમને જે રુપ આપ્યુંછે તેમાં જ સંતોષ માણો બાકી બજારમાં મળતા લેપો એ તમારી અસલ ચામડી જ બગડેછે.
આમ જુઓ તો માણસની ખરી સુંદરતા તો તેના સ્વભાવમાં હોયછે બાકી તમે કરેલી ચહેરાની સુંદરતા એ તો ખોટી જ હોયછે. એ કયારેક ને કયારેક નીકળી જાયછે પણ તમારા સ્વભાવની સુંદરતા એ આજીવન અકબંધ કાયમ રહેછે. શ્યામ રંગમાં પણ એક સુંદરતા હોયછે પણ તમને તેને પારખવાનો અનુભવ હોવો જોઇએ..