પ્રેમ લાગણી સંબંધ...
એક અરજ સાંઈ તને...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ સ્વાર્થભરી દુનિયામાંથી...
તારી નિઃસ્વાર્થ દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ અહંભરી દુનિયામાંથી...
તારી વિના અહં ની દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ નફરતભરી દુનિયામાંથી...
તારી પ્રેમભરી દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ શ્વાસ બોજ લાગતી દુનિયામાંથી...
તારી સુકુનભરી દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ અંધકારમય દુનિયામાંથી...
તારી રોશનીભરી દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ નજરકેદ ની દુનિયામાંથી...
તારી રહેમનજર દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ આંશુડા વ્હાહતી દુનિયામાંથી...
તારી સ્મિતભરી દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ અસમજાણ ની ખાઈ માંથી...
તારી જ્ઞાનસાગર દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ જવાબદારીભરી દુનિયામાંથી...
તારી પૂજા સેવા અને મદદરૂપ બનવાની દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ લાલચભરી દુનિયામાંથી...
તારી નિખાલસ દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ આંગળી કરતી દુનિયામાંથી...
તારી હાથમાં હાથ ધરતી દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ વિના બેડીએ બંધનભરી દુનિયામાંથી...
તારી વિના પાંખ પણ મુક્તપણે વિહરાય એ દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ સતત ભયભરી દુનિયામાંથી...
તારી રાહતભરી દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ મોટાઓની મોટાઈની દુનિયામાંથી...
તારી નિર્દોષ બાળકોની દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ તન નાં ભૂખ્યાંઓની દુનિયામાંથી...
તારી ભોજન ને પ્રેમના ભૂખ્યાઓની દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ રોજેરોજ હિંમત તોડતી દુનિયામાંથી...
તારી તાકાત આપતી દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ ડગલેને પગલે ઠોકર આપતી દુનિયામાંથી...
તારી રામ રાહ ની દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ સાથ આપીને છોડી દેતી દુનિયામાંથી...
તારી વિના કહે સાથ આપતી દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
આ નજરું થી શબ્દના ઘા કરતી દુનિયામાંથી...
તારી હૃદયની હૂંફભરી વાણીની દુનિયામાં...
હે સાંઈબાબા...
તું લઈ જા મને...
લઈ જા મને...
અહીં મારી તારા પર ની શ્રદ્ધાને કહેવાતી...
મારી મજબૂરી...
સબુરી ને કહેતા...
મારી કમજોરી...
હે સાંઈ...
તું લઈ જા મને..
અહીં થી લઈ જા તું મને...
એક અરજ તુજને હે સાંઈ મારા...
??????????