Gujarati Quote in Whatsapp-Status by Ashq Reshammiya

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું જ ચાલ્યો જાઉ છું.......


જીવીને જીંદગી જખમોની સાવ મરી ગયો છું
લો, હવે મરીને જીવવા હું જ ચાલ્યો જાઉ છું,

હતી છાયા જીવનસંગી એય છળી ગઈ રજનીમાં
લો, હવે પંડછાયા મેલી ! હું જ ચાલ્યો જાઉ છું,

જનમ ટાણે મુજ રુદનમાં જગત હોંશે હોંશે હસ્યું
લો, હવે જગતને રડાવી, હું જ ચાલ્યો જાઉં છું,

જીંદગીને મળી મંઝીલ, વિપદાઓની ખીણ સમી
લો, હવે મંઝીલથી દૂર, હુ જ ચાલ્યો જાઉં છું,

તું શું છોડે સાથ મારો, ઓ બેદર્દી સનમ!??
લો,હવે મારો સાથ છોડી હું જ ચાલ્યો જાઉં છું,

ખુદ પ્રભું છોડી ગયા જગને જગતના આઘાતથી!
લો,હવે સ્વધામ છોડીને,પરમધામે હું જ ચાલ્યો જાઉં છું,

જાણું છું એકવાર જગત અલવિદા કરશે જ 'અશ્ક'ને!!
લો,હવે અલવિદા કરી જગતને, હું જ ચાલ્યો જાઉં છું..

©અશ્ક રેશમિયા...

Gujarati Whatsapp-Status by Ashq Reshammiya : 111032536
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now