#kavyotsav

ઇસ્કોતરો

ઇસ્કોતરો ખોલીને બેઠો એક 'દિ,
એમાં ગડી વાળેલા કાગળ નીકળ્યા.
લખ્યા 'તા જેને ક્યારના એ તો,
પાછળ છોડી આગળ નીકળ્યા.
ઘેરાયા ઘનઘોર ઘટાએ પણ,
એ પાણી વગરના વાદળ નીકળ્યા.
સમણાં વીણવા નીકળ્યો ત્યાં તો,
પાંપણે બની એ ઝાકળ નીકળ્યા.

~ અતુલ દવે

Gujarati Shayri by Atul Dave : 111032531

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now