છુટા પડ્યા પછી...
આજે બહુ સમયે...
પિયુના નામનું પાનેતર...
હાથમાં લઈ જોયું...
જૂની યાદો યાદ કરી...
ચહેરો થોડો મલકી ઉઠ્યો...
અને તરત જ એક આંસુ સરકી ગાલે પડ્યું...
ને હું આજમાં આવી ગઈ...
ત્યાં જ હૈયું એવું હિબકે ચઢયું કે...
વિદાય વેળાએ પણ નોહતી રડી આવી...