Gujarati Quote in Story by Shivani N Shah

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉમટ્યા છે લાખો સવાલ મારા મનમાં,
શોધું છું દિન-રાત જવાબ મારા મન ના.

મળવાને શાને લોક મળતા હશે રાહ માં,
જુદા જ થવાનું લખાયું છે જેના ભાગ માં.

ઉમટ્યા છે લાખો સવાલ મારા મનમાં,
શોધું છું દિન-રાત જવાબ મારા મન ના.

કરવાને શાને લોક કરતા હશે વાયદા,
નિભાવવાની હામ જ્યારે રાખતા નથી જાન માં.

ઉમટ્યા છે લાખો સવાલ મારા મનમાં,
શોધું છું દિન-રાત જવાબ મારા મન ના.

સંબંધો બાંધે છે શું કામ લોક સ્વાર્થ માં,
તૂટે છે ત્યારે જાય છે જીવન કોઈ નું ભાડ માં.

ઉમટ્યા છે લાખો સવાલ મારા મનમાં,
શોધું છું દિન-રાત જવાબ મારા મન ના.

ઘર વિનાના એ માઁ-બાપ વૃદ્ધાશ્રમ માં,
ને Nuclear Family નો આ concept ક્યાં સંસ્કાર માં?

ઉમટ્યા છે લાખો સવાલ મારા મનમાં,
શોધું છું દિન-રાત જવાબ મારા મન ના.

ધર્મ ના નામે ધતિંગો શું કામ ના,
કોઈ ની શ્રદ્ધા સાથે રમવું એ ઈમાન કોના નામ ના.

ઉમટ્યા છે લાખો સવાલ મારા મનમાં,
શોધું છું દિન-રાત જવાબ મારા મન ના.

નાના ભૂલકાંઓ ની માસૂમિયત સાથે ચેડાં શું કામ ના,
એમની લાગણીઓ ને મારવી એ ઇન્સાનિયત કોના બાન માં.

ઉમટ્યા છે લાખો સવાલ મારા મનમાં,
શોધું છું દિન-રાત જવાબ મારા મન ના.

પ્રેમ હોય કે નામે લગ્ન હોય,
જાતીય શોષણ જ્યાં હોય છે એ કિસ્સા માં,
કોઈ ના ચારિત્ર સાથે ખેલવું એ હક ક્યાં કાયદા- કાનૂન માં?

ઉમટ્યા છે લાખો સવાલ મારા મનમાં,
શોધું છું દિન-રાત જવાબ મારા મન ના.

1 કત્લ ની સજા જ્યાં ફાંસી છે આ દેશ માં,
કોઈ ને જીવતે-જીવ મારી નાખનાર એ બળાત્કારી માત્ર 10 વર્ષ કારાવાસ માં?

ઉમટ્યા છે લાખો સવાલ મારા મનમાં,
શોધું છું દિન-રાત જવાબ મારા મન ના.

છોકરીઓ ને કહેવામાં આવે ખુલ્લી તિજોરી જે વાક્ માં,
છોકરાઓ પર કેમ નથી કોઈ રોક-ટોક એ વાત માં

ઉમટ્યા છે લાખો સવાલ મારા મનમાં,
શોધું છું દિન-રાત જવાબ મારા મન ના.

હમદર્દ તો બનતું નથી કોઈ આ જગ માં,
હમસફર મળી જાય એ જ ઘણું આ ભીડ માં.

ઉમટ્યા છે લાખો સવાલ મારા મનમાં,
શોધું છું દિન-રાત જવાબ મારા મન ના.

---શિવાની શાહ

Gujarati Story by Shivani N Shah : 111032506
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now