#kavyotsav ( topic : Dosti )
- અરે યાર -
પ્યાર જ્યારે કરે લાલ
ત્યાં રૂમાલ આપી કહે અરે યાર..........
અંદર આપણું નથી લોહી એક
પણ એક ને નીકળે તો બીજું કહી દે અરે યાર........
સંકટ સમયની સાંકડ યાર
માટે જ સંકટમાં મુખથી સરી પડતું અરે યાર........
તારાથી ટેવાયો હું જોરદાર
કોઈવાર બાપને પણ કહી દઉં છું અરે યાર.........
પહેલા કહેતા હે ઈશ્વર હે રામ
કલજુગ કહે કે કહે આને પ્યાર
સંકટમાં નીકળે છે હવે તો અરે યાર.........
અમે કરતા બધા ઉંધા કામ
યાદ કરી હસતા વારંવાર
કોણ ઉજળું કોણ શ્યામ
ગોળી મારી કહી દે એ અરે યાર.........
આ કેવો સંબંધ છે નહીં યાર
નીકળી દૂર જશો ત્યાં આવશે તારી યાદ
મધદરિયે દેખાયા તો ભેટીને કહેશો અરે યાર.......