Gujarati Quote in Shayri by Heena Modi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધ
મને યાદ છે મારી શાળાના પ્રથમ દિવસે
મારી નાનકડી આંગળીઓને તમે વિખૂટી કરી દીધી હતી.
મારી નાનકડી આંખોમાં અસંખ્ય સ્વપ્ના ભરવા માટે‚
હરહંમેશ નિર્દોષ પ્રેમથી છલકાતી
તમારી આંખો તે દિવસે મારે સમક્ષ એક નિષ્ઠુર-ક્રૂર
પહાડની માફક સ્થિર હતી.
ઊંચા ગગને-વિરાટ આભમાં ઉડાન કરવું જ પડે
એ આશયથી ચકલી તેનાં બચ્ચાંને માળામાંથી
બહાર ધકેલી દે. બસ પપ્પા
એ જ રીતે તમે પણ મને.
મારાં નાનાં-નાનાં બહુ વિશાળ વૃક્ષની માફક ફેલાયા હતા
તમારું પ્રયોજન મારા ઉજ્જવળ ભવિષ્યનું હતું.
પરંતુ‚
એ વાત ત્યારે હું સમજી શકી ન હતી પપ્પા
હવે આજે તમે‚
મોતિયો કઢાવેલી આંખોથી
મારાં આવવાની રાહ જુઓ છો ત્યારે
સંસારના ચક્રવ્યૂહમાં ફસાયેલી આપની દીકરી
તમારી ભાવનાને હડસેલી દે છે‚
લાકડીનો ટેકો બનવાની જગ્યાએ તમને
એકલાં-અટૂલાં છોડી દે છે પપ્પા
છતાં...
તમે મને સમજી શકો છો.
બસ...
પિતા અને પુત્રી વચ્ચે
આ જ સંબંધ છે.

#Kavyotsav

Gujarati Shayri by Heena Modi : 111032430
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now